હવામાન વિભાગે આગામી 24 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આવતીકાલે અને બુધવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. માછીમારોને 21 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.
દરમિયાન રાજ્યમાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં 37 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ ચાર ઇંચ જેટલો વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 69 ટકા વરસાદ થયાના અહેવાલ છે.