હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરમિયાન આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. રાજ્યમાં 14મીથી ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેને લઈ માછીમારોને 14 ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.
બીજી તરફ, રાજ્યમાં ગઈકાલે રાત્રે આઠ વાગ્યા સુધીમાં 44 તાલુકામાં મધ્યમ વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ ચાર ઈંચ જેટલો વરસાદ વલસાડ અને પારડી તાલુકામાં નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 64 ટકા જેટલો થયો છે.
Site Admin | ઓગસ્ટ 11, 2025 12:10 પી એમ(PM)
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી