મે 14, 2025 9:31 એ એમ (AM)

printer

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. જ્યારે આગામી સાત દિવસ રાજ્યના તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે. દરમિયાન આજે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ અને દાદરા-નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર વરસાદ વરસી શકે છે.તો સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું. દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 39 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું. જ્યારે કંડલા વિમાનમથક અને અમદાવાદમાં 38 ડિગ્રી, ભુજ, કંડલા બંદર, ડીસા અને ગાંધીનગરમાં 36 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રહ્યું હતું. આ સિવાયના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને તેનાથી ઓછું નોંધાયું છે.રાજ્યમાં ગઈકાલે સવારે છ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધીમાં માત્ર ચાર તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો. નર્મદાના સાગબારા તાલુકામાં દોઢ ઈંચથી વધુ, ડાંગના ડાંગ-આહવા તાલુકામાં એક ઈંચ, ડાંગના સુબિર અને વઘઈ તાલુકામાં અડધા ઈંચથી ઓછો વરસાદ નોંધાયાના અહેવાલ છે.દરમિયાન ડાંગ જિલ્લામાં ગઈકાલે સવારથી વાદળછાયા વાતાવરણ બાદ મુખ્યમથક આહવા ગિરિમથક સાપુતારામાં વરસાદ વરસ્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.