મે 13, 2025 9:13 એ એમ (AM)

printer

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળ પર આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ સહિતના જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળ પર આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દરમિયાન આગામી ત્રણ દિવસ રાજ્યના વિવિધ ભાગમાં વરસાદ રહી શકે છે. તેમજ આગામી પાંચ દિવસમાં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે તેમ હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.રાજ્યમાં ગઈકાલે કેટલાક જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સત્તાવાર યાદી મુજબ, ગઈકાલે સવારે છ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધીમાં 17 તાલુકામાં વરસાદ નોંધાયો. દરમિયાન સૌથી વધુ દોઢ ઈંચથી વધુ વરસાદ તાપીના કુકરમુન્ડા અને અમરેલીના સાવરકુંડલા તાલુકામાં વરસ્યો. જ્યારે મોરબીના વાંકાનેર અને રાજકોટના જામ-કંડોરણા તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો. જામનગરના જામ-જોધપુર, જુનાગઢના મેંદરડા, અમરેલીના ધારી સહિતના તાલુકામાં અડધા ઈંચથી ઓછો વરસાદ નોંધાયાના અહેવાલ છે. બનાસકાંઠા જિલ્લામાં શક્તિપીઠ અંબાજી ખાતે એક દિવસના વિરામ બાદ ગઈકાલે વરસાદ વરસ્યો. તેના કારણે લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.