રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 20 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં અઢી ઇંચ જેટલો જ્યારે તાપીના વ્યારામાં દોડ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.હવામાન વિભાગ દ્વારા આગામી 22 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના માટે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવે ધીમે ધીમે ગુજરાતમાંથી વરસાદની ઋતુ વિદાય લઈ રહી છે. જોકે, આવનારી નવરાત્રીમાં ખેલૈયાઓનો ઉત્સાહ થોડો ભીનો થઈ શકે છે, કારણ કે નવરાત્રી દરમિયાન પણ હળવા વરસાદની શક્યતા રહેલી છે તેમ હવામાન વિભાગન વડા ડૉક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 17, 2025 9:20 એ એમ (AM)
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો અલર્ટ જાહેર