રાજ્યમાં ગઇકાલે રાત્રે આઠ વાગ્યા સુધીમાં 59 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે.
વલસાડના કપરાડામાં છ ઇંચ જ્યારે વાપીમાં પાંચ ઇઁચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો..તેમ અમારા વલસાડના પ્રતિનિધિ નવિન પટેલે જણાવ્યું હતું. ભારે વરસાદના પગલે વાપીના માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
બીજીતરફ હવામાન વિભાગે આગામી છ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પૂર્વ મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
Site Admin | જુલાઇ 26, 2025 11:03 એ એમ (AM)
દક્ષિણ ગુજરાતમાં ધોધમાર સહિત 59 તાલુકાઓમાં વરસાદ – આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
