હવામાન ખાતાએ રાજ્યમાં આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સિવાયના જિલ્લાઓમાં વાતાવરણ સુકું રહેવાની શક્યતા છે. આ સાથે જ રાજ્યમાં મહત્તમ તાપમાન 36 અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે.
બીજી તરફ, રાજ્યમાં ગત 24 કલાકમાં માત્ર 10 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. તેમાં પણ સૌથી વધારે દોઢ ઇંચથી વધુ વરસાદ તાપીના ડોલવણ તાલુકામાં નોંધાયો છે. જ્યારે નવસારીના ગણદેવીમાં સવા એક ઇંચ જેટલો વરસાદ થયો છે.
Site Admin | ઓક્ટોબર 17, 2025 3:37 પી એમ(PM)
દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
