સપ્ટેમ્બર 21, 2025 7:14 પી એમ(PM)

printer

દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ આવતીકાલે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની આગાહી કરી છે. જોકે, માછીમારો માટે કોઈ ચેતવણી નથી. દરમિયાન રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો.
સાંજે ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકામાં વરસાદના અહેવાલ છે. સૌથી વધુ દોઢ ઇંચ જેટલો વરસાદ ભરૂચના હાંસોટ તાલુકામાં નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 110 ટકાથી વધુ વરસાદ થઈ ગયો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.