હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. બીજી તરફ માછીમારોને આગામી 27 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.
દરમિયાન રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 55 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 64 ટકા જેટલો વરસાદ કચ્છ વિસ્તાર અને સૌથી ઓછો સવા 51 ટકા જેટલો વરસાદ પૂર્વ-મધ્ય ગુજરાતમાં થયો છે.