રાજ્યના દક્ષિણ ગુજરાતમાં આજે મેઘમહેર થઈ છે. આજે દક્ષિણ ગુજરાતનાં 10 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે રાજયના 48 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 6 જ્યારે વાપીમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
રાજ્યના જળાશયની સ્થિતિની વાત કરવામાં આવે તો 48 જળાશય હાઇ એલર્ટ પર છે. ભારે વરસાદને કારણે 33 માર્ગ બંધ કરવામાં આવ્યા છે.
Site Admin | જુલાઇ 25, 2025 7:27 પી એમ(PM)
દક્ષિણ ગુજરાતમાં આજે મેઘમહેર- વલસાડના કપરાડામાં 6 ઇંચથી વધુ વરસાદ