હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આગામી 24 કલાકમાં રાજ્યના અન્ય જિલ્લામાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ કે દાસના જણાવ્યા અનુસાર, હાલમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે તેની સાથે બંગાળની ખાડીમાં 25 સપ્ટેમ્બર બાદ લો પ્રેશર સક્રિય થશે. આગામી 27થી 30 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં ધીમેધીમે વરસાદનું જોર ઘટી રહ્યું છે. છેલ્લા ચોવીસકલાક દરમિયાન રાજ્યના 20 તાલુકાઓમા વરસાદ વરસ્યો છે. જેમાં ડાંગ જીલ્લાના આહવા તાલુકામાં સૌથી વધુ સાડા ચાર ઇંચ જટલો વરસાદ વરસ્યો હતો..
Site Admin | સપ્ટેમ્બર 24, 2025 9:25 એ એમ (AM)
દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી