ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 28, 2025 9:49 એ એમ (AM)

printer

દક્ષિણ ગુજરાતમાં આજે છૂટાછવાયા સ્થળો પર અત્યંત ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે 30 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં આજે છૂટાછવાયા સ્થળ પર અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની સંભાવના છે.માછીમારોને પહેલી ઑક્ટોબર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આજે સવારે મળસ્કે ચાર વાગ્યા સુધીમાં 38 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં વલસાડના કપરાડમાં ચાર ઈંચ જેટલો જ્યારે ડાંગમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગઇકાલ સાંજથી આહવા વઘઇ તાલુકા સાથે સાપુતારા ખાતે વરસાદ શરૂ થયો. ગિરિમથક સાપુતારા અને તેના તળેટી વિસ્તારોમાં સાથે આહવા, વઘઈમા ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો. વઘઈ નાકા ફળીયા વિસ્તાર માં વાવાઝોડા સાથે વરસાદ થી નવરાત્રી પંડાલ નો ડીજે નો સેડ તુડયો અને પાણી ભરાયા આયોજકોમા દોડધામ ચિંચલી અને ગારખડી વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો. તંત્રએ લોકોને સતર્ક રહેવા તેમજ સુરક્ષિત સ્થાને જવાની અપીલ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.