હવામાન ખાતાએ આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જોકે, ત્યારબાદ અન્ય જિલ્લાઓમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે. દરમિયાન ગાજવીજ સાથે 30-થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે માછીમારો માટે કોઈ ચેતવણી ન હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.
Site Admin | સપ્ટેમ્બર 23, 2025 7:05 પી એમ(PM)
દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી