જૂન 20, 2025 8:41 એ એમ (AM)

printer

દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં આજે ગાજવીજ સાથે મધ્યમ વરસાદને લઈ યલૉ અલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન આજે અને આવતીકાલે અતિભારે વરસાદની આગાહી નથી, પરંતુ 22થી 25 જૂન ફરીથી રાજ્યમાં અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે માછીમારોને આગામી સાત દિવસ દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.