દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચો હ્યુન ગઇકાલે રાત્રે ભારતની તેમની પ્રથમ બે દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. યાતત્રા દરમિયાન તેઓ વિદેશ મંત્રી એસ જયશંકર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો ઉપરાંત અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે. બંને દેશો આદાનપ્રદાન અને સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરશે. આ મુલાકાતમાં ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, વેપાર અને દરિયાઈ સુરક્ષા જેવા ક્ષેત્રોમાં વ્યૂહાત્મક સહયોગને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની આશા છે.
શ્રી ચો હ્યુનની આ મુલાકાત એશિયા, ખાસ કરીને હિન્દ – પ્રશાંત ક્ષેત્રમાં તેની ભાગીદારી વધારવાના ભારતના પ્રયાસોનો એક ભાગ છે. તેઓ અગાઉ 2015 થી 2017 સુધી ભારતના રાજદૂત હતા અને બહુપક્ષીય રાજદ્વારીમાં કુશળતા ધરાવે છે. શ્રી હ્યુને તાજેતરમાં ડૉ. જયશંકર સાથે વાત કરી હતી અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા કરી હતી.
આ અગાઉ 28 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ડૉ. જયશંકરે તેમના દક્ષિણ કોરિયન સમકક્ષને તેમના સફળ કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવી હતી
Site Admin | ઓગસ્ટ 16, 2025 9:05 એ એમ (AM)
દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચો હ્યુન ભારતની તેમની પ્રથમ બે દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા
