દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલે, તેમના માર્શલ લોના આદેશનો બચાવ કરતા કહ્યું કે, તેઓ અંત સુધી લડશે. યુને ગુરુવારે એક ટેલિવિઝન સંબોધનમાં કહ્યું હતું કે, તેમનો પ્રયાસ લોકશાહીના પતનને રોકવા અને વિપક્ષની સંસદીય સરમુખત્યારશાહીનો સામનો કરવાનો કાનૂની નિર્ણય છે.તેમણે કહ્યું કે, માર્શલ લૉ લાદવાનો તેમનો નિર્ણય લોકશાહી અને બંધારણીય વ્યવસ્થાનું રક્ષણ કરવાનો હતો.
વિરોધ પક્ષ શનિવારે ગૃહમાં મતદાન માટે નવો મહાભિયોગ પ્રસ્તાવ મૂકવાની યોજના ધરાવે છે. સત્તાધારી પક્ષના ધારાસભ્યોએ નેશનલ એસેમ્બલીમાં મતદાનનો બહિષ્કાર કરતાં શનિવારે યોલ પર મહાભિયોગ કરવાનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો હતો.
ગયા અઠવાડિયે મંગળવાર અને બુધવારની વચ્ચે યુન સુક-યોલે, દેશમાં માર્શલ લૉ લગાવી દીધો હતો. જો કે, લશ્કરી કાયદો માત્ર છ કલાક માટે જ અમલમાં રહ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 12, 2024 7:16 પી એમ(PM) | યુન સુક-યોલે
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલે, તેમના માર્શલ લોના આદેશનો બચાવ કરતા કહ્યું કે, તેઓ અંત સુધી લડશે
