ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 30, 2025 1:58 પી એમ(PM)

printer

દક્ષિણ કૉરિયામાં ચીનના રાષ્ટ્રપ્રમુખ સાથે મુલાકાત બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ચીન પર વેરો ઘટાડવાની જાહેરાત કરી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ચીન પર લગાવવામાં આવેલા 57 ટકાના ટૅરિફ એટલે કે વેરાને ઘટાડીને 47 ટકા કરાશે. દક્ષિણ કૉરિયાના બુસાન શહેરમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે થયેલી બેઠક બાદ શ્રી ટ્રમ્પે આ જાહેરાત કરી. તેમણે કહ્યું, ચીન હવે તાત્કાલિક અમેરિકાથી સોયાબિનની ખરીદી શરૂ કરશે.
શ્રી ટ્રમ્પે કહ્યું, ચીન સાથે “રૅયર અર્થ એટલે કે, દુર્લભ પૃથ્વી ધાતુ”ના મુદ્દાનું પણ નિવારણ લવાયું છે અને હવે તેની નિકાસમાં કોઈ અડચણ નહીં આવે. શ્રી ટ્રમ્પે કહ્યું, ચીન પર ફૅન્ટેનાઇલ ટૅરિફને 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરવા પર સંમતિ સધાઈ છે.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કૉરિયાના બુસાનમાં ઍશિયા-પ્રશાંત આર્થિક સહકાર શિખર સંમેલન દરમિયાન ગિમ્હે આંતર-રાષ્ટ્રીય વિમાનમથક પર ચીન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે મુલાકાત કરી. છ વર્ષ બાદ બંને નેતા વચ્ચે થયેલી મુલાકાતમાં તેમણે એક કલાક 40 મિનિટ સુધી વાતચીત કરી.