દક્ષિણ ઈરાનના શહેર બંદર અબ્બાસ નજીક બંદર પર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 40 પર પહોંચી ગયો છે. શનિવારના વિસ્ફોટ અને ત્યારબાદ લાગેલી આગમાં 1 હજાર થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 197 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. ઈરાનની સરકારના પ્રવક્તા, ફાતેમેહ મોહજેરાનીએ સોશિયલ મીડિયા પર એક સંદેશમાં જણાવ્યું કે, વહીવટી તંત્રે આજે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
Site Admin | એપ્રિલ 28, 2025 9:13 એ એમ (AM)
દક્ષિણ ઈરાનના શહેર બંદર અબ્બાસ નજીક બંદર પર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 40 પર પહોંચ્યો