ગુજરાતના રાજકોટ ખંડેરીમાં ત્રણ મૅચની એક દિવસીય મૅચની શ્રેણીની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા-એ સામે ભારત-એ નો ચાર વિકેટે વિજય થયો છે. ગઇકાલે નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલા આ મુકાબલામાં દક્ષિણ આફ્રિકાએ પહેલા બેટિંગ કરી નિર્ધારિત 50 ઑવરમાં નવ વિકેટ ગુમાવી 285 રન બનાવ્યા. 286 રનના લક્ષ્યાંકને 49 ઓવર અને ત્રણ બોલમાં હાંસલ કર્યો. ભારતના ઋતુરાજ ગાયકવાડે શાનદાર સદી નોંધાવતા 117 રન કર્યા હતા.
Site Admin | નવેમ્બર 14, 2025 9:32 એ એમ (AM)
દક્ષિણ આફ્રિકા-એ સામે ભારત-એ નો ચાર વિકેટે વિજય