ક્રિકેટમાં, આજે દક્ષિણ આફ્રિકા બીજી અને અંતિમ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારત સામે છ વિકેટે ૨૪૭ રનથી પોતાનો પ્રથમ દાવ ફરી શરૂ કરશે. આ મેચ સવારે નવ વાગ્યે શરૂ થશે. ગઈકાલે યજમાન ટીમ તરફથી કુલદીપ યાદવે ત્રણ, જ્યારે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ પ્રથમ દિવસે એક-એક વિકેટ ઝડપી હતી. વિકેટકીપર-બેટર ઋષભ પંત આ મેચમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યા છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી બે મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને ૩૦ રનથી હરાવ્યું હતું.
Site Admin | નવેમ્બર 23, 2025 8:35 એ એમ (AM)
દક્ષિણ આફ્રિકા આજે બીજી અને અંતિમ ટેસ્ટમાં છ વિકેટ ૨૪૭ રનથી પોતાનો પ્રથમ દાવ ફરી શરૂ કરશે