ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 14, 2024 2:06 પી એમ(PM)

printer

દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નાતાલ પ્રાંતમાં જંગલી આગના પરિણામે સાત લોકો માર્યા ગયા અને 196 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે

દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નાતાલ પ્રાંતમાં જંગલી આગના પરિણામે સાત લોકો માર્યા ગયા અને 196 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે.
પ્રાંતીય સરકારે જણાવ્યું હતું કે, એક સપ્તાહ પહેલા શરૂ થયેલી જંગલની આગથી કુલ 751 લોકોને અસર થઈ છે તેમજ ખેતરો અને ઘરોને ભારે નુકસાન થયું છે. પ્રાંતીય સહકારી શાસન અને પરંપરાગત બાબતોના વિભાગે ગઈકાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કિંગ સેત્શવાયો, ઇલેમ્બે, યુથુકેલા અને ઝુલુલેન્ડ સહિતના જિલ્લાઓમાં જંગલની આગ અસર કરી છે.
મીડિયા અહેવાલો અનુસાર, 14 હજાર હેક્ટરથી વધુ ખેતીલાયક જમીન આગને કારણે નાશ પામી છે અને 1 હજારથી વધુ પશુઓ લાપતા થયા છે.