દક્ષિણ અમેરિકાના ડ્રેક પેસેજ વિસ્તારમાં શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો. અમેરિકા ભૂસ્તર-વિજ્ઞાન સર્વેક્ષણ વિભાગે ભૂકંપની તીવ્રતા પહેલા આઠ જણાવી બાદમાં તેને ઘટાડીને સાડા સાત કરવામાં આવી. 10 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્ર નોંધાયું, જોકે યુએસ સુનામી ચેતવણી સંસ્થા એ સુનામીની કોઈ ચેતવણી જાહેર કરી નથી.
ડ્રેક પેસેજ ક્ષેત્ર દક્ષિણ અમેરિકામાં કેપ હોર્ન અને એન્ટાર્કટિકામાં દક્ષિણ શેટલેન્ડ ટાપુઓ વચ્ચે આવેલો છે, જે એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરોને જોડે છે.
Site Admin | ઓગસ્ટ 22, 2025 2:10 પી એમ(PM)
દક્ષિણ અમેરિકાના ડ્રેક પેસેજ વિસ્તારમાં 7.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા.
