ઓક્ટોબર 27, 2025 9:24 એ એમ (AM)

printer

દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર બનેલું હવાનું દબાણ આવતીકાલે તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થાય તેવી સંભાવના

દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર હવાનું ઊંડુ દબાણ ઊંડુ દબાણ મોન્થા નામના ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થયુ છે. જે આવતીકાલ સવાર સુધીમાં વધુ તીવ્ર બનીને ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.આગામી 24 કલાક દરમિયાન વાવાઝોડું પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વાવાઝોડાને લઈને સાવચેતીની વિષેશ તૈયારીઓ કરાઇ છે.હવામાન વિભાગે દરિયાકાંઠાના કર્ણાટક, પૂર્વ રાજસ્થાન, ગુજરાત રાજ્ય, કેરળ અને માહે, ઓડિશા, રાયલસીમા અને તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, છત્તીસગઢ, આંતરિક કર્ણાટક, કોંકણ અને ગોવા, તેલંગાણા અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.