થાઈલેન્ડના વિદેશ મંત્રી સિહાસક ફુઆંગકેટકેઓ ભારતની ચાર દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ મુલાકાત વ્યૂહાત્મક ભાગીદારી અને સ્થાયી સંબંધોને મજબૂત બનાવવાની તક છે. તેઓ આજે દિલ્હીમાં સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપશે.શ્રી ફુઆંગકેટકેઓ દ્વિપક્ષીય ચર્ચા માટે આવતીકાલે હૈદરાબાદ હાઉસ ખાતે વિદેશ મંત્રી એસ. જયશંકરને મળશે. ઉલ્લેખનીય છે કે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો 1947માં સ્થાપિત થયા હતા, અને બંને પક્ષોએ 2022માં રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી.
Site Admin | નવેમ્બર 30, 2025 9:10 એ એમ (AM)
થાઈલેન્ડના વિદેશ મંત્રી આજથી ભારતની ચાર દિવસની મુલાકાતે -વિદેશમંત્રી જયશંકર સાથે બેઠક કરશે