બેંગકોકમાં યોજાયેલી થાઈલૅન્ડ ઑપનમાં આજે સવારે ભારતીય ખેલાડી આકારશી કશ્યપ અને ઉન્નતિ હુડ્ડા પ્રભાવશાળી જીત સાથે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યાં છે. મહિલા સિંગલ્સ રાઉન્ડ ઑફ 32માં આકારશી કશ્યપે જાપાનનાં કાઓરુ સુગિયામા સામે વિજય મેળવ્યો. જ્યારે ઉન્નતી હુડ્ડાએ ત્રણ રમતના બીજા તીવ્ર મુકાબલામાં થાઈલૅન્ડનાં થામોનવાન નીતિત્તિકરાયને હરાવ્યાં.
મૅન્સ સિંગલ્સમાં 32મા રાઉન્ડમાં વિશ્વના 18મા ક્રમાંકના ખેલાડી લક્ષ્ય સેનનો વિશ્વના 34મા ક્રમાંકના આયર્લેન્ડના ખેલાડી ન્હાત ન્ગુયેન સામે પરાજય થયો હતો.
Site Admin | મે 14, 2025 1:59 પી એમ(PM)
થાઈલૅન્ડ ઑપનમાં ભારતીય ખેલાડી આકારશી કશ્યપ અને ઉન્નતિ હુડ્ડા પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા