ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 28, 2025 9:16 એ એમ (AM)

printer

થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદ વિવાદ પર આજે મલેશિયામાં બેઠક યોજાશે

થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદ વિવાદ પર આજે મલેશિયામાં બેઠક યોજાશે. થાઇલેન્ડના કાર્યકારી પ્રધાનમંત્રી ફુમથમ વેચાયાચાયી થાઈલેન્ડના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. કંબોડિયાના પ્રધાનમંત્રી હુન માનેટ પણ વાટાઘાટોમાં હાજરી આપે તેવી શક્યતા છે.દરમિયાન, થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેના સરહદ સંઘર્ષમાં મૃત્યુઆંક વધીને 32 થયો છે અને 130 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે ઘણા લોકો વિસ્થાપિત થયા છે. ગઈકાલે ચોથા દિવસે પણ સંઘર્ષ ચાલુ રહ્યો. થાઇલેન્ડે સરહદી વિસ્તારોમાં માર્શલ લો લાદ્યો છે.અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે સ્કોટલેન્ડમાં પત્રકારોને સંબોધતા જણાવ્યું, જો સંઘર્ષ ચાલુ રહેશે તો તેમણે બંને દેશોને વેપાર કરારો બંધ કરવાની ચેતવણી આપી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે આજે મલેશિયામાં યોજાનારી વાટાઘાટો તણાવ ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. શ્રી ટ્રમ્પની કંબોડિયા અને થાઇલેન્ડ યુદ્ધવિરામ માટે સંમત થયા હોવાની જાહેરાત બાદ પણ ગઈકાલે બંને દેશો વચ્ચે ગોળીબાર ચાલુ રહ્યો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ