ડિસેમ્બર 27, 2025 1:55 પી એમ(PM)

printer

થાઇલેન્ડ અને કંબોડિયાએ તેમની વિવાદિત સરહદ પર યુદ્ધ બંધ કરવા માટે યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા

થાઇલેન્ડ અને કંબોડિયાએ તેમની વિવાદિત સરહદ પર યુદ્ધ બંધ કરવા માટે યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
થાઇલેન્ડના સંરક્ષણ મંત્રી નત્થાપોન નાકપાનિચ અને કંબોડિયાના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી ટી સેહાએ થાઇલેન્ડના ચાંથાબુરી પ્રાંતમાં એક સરહદી ચોકી ખાતે આ કરાર કરાયો. બંને દેશો તેમની સરહદ સમિતિની ખાસ બેઠક દરમિયાન સંયુક્ત નિવેદન પર સંમત થયા હતા.
આ મહિનાની શરૂઆતમાં જુલાઈમાં થયેલા યુદ્ધવિરામ કરારના ઉલ્લંઘન બાદ અથડામણો વધી હતી. જેમાં થાઇલેન્ડ-કંબોડિયા સરહદ નજીક ડાંગ્રેક પર્વતમાળા નજીક તોપખાના, રોકેટ હુમલા અને હવાઈ હુમલાનો સમાવેશ થાય છે. પ્રેહ વિહાર મંદિરની આસપાસનો સરહદી વિસ્તાર લાંબા સમયથી વિવાદિત છે. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયે 1962માં ચુકાદો આપ્યો હતો કે મંદિર કંબોડિયાનું છે, પરંતુ આસપાસની જમીન પરના દાવાઓ હજુ પણ વણઉકેલાયેલા છે. તાજેતરની હિંસાના પરિણામે બંને તરફ હજારો લોકો માર્યા ગયા છે અને નાગરિકો વિસ્થાપિત થયા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.