થાઇલેન્ડે કંબોડિયા પર ગઈકાલે થયેલા યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે, અને કહ્યું છે કે પાંચ દિવસની લડાઈને સમાપ્ત કરવાના ઉદ્દેશ્યથી થયેલા કરાર છતાં પણ અથડામણ ચાલુ રહી છે.
રોયલ થાઈ આર્મીના પ્રવક્તા, મેજર જનરલ વિન્થાઈ સુવારીએ જણાવ્યું હતું કે, કંબોડિયાએ રાતોરાત થાઈ પ્રદેશ પર અનેક સ્થળોએ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, થાઈલેન્ડે આને કરારનું ઇરાદાપૂર્વકનું ઉલ્લંઘન માન્યું હતું, જેનો હેતુ એકબીજા વચ્ચેનો વિશ્વાસ નષ્ટ કરવાનો હતો.
વિન્થાઈએ ઉમેર્યું હતું કે થાઈ સૈન્યએ મધ્યરાત્રિએ તાત્કાલિક ગોળીબાર બંધ કરી દીધો હતો, પરંતુ તેણે કંબોડિયાની કાર્યવાહીનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, થાઈ પક્ષે આક્રમણ કરવા માટે લશ્કરી બળનો ઉપયોગ કર્યો ન હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ અતિક્રમણ અટકાવવા અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વ જાળવવા માટે કર્યો હતો.
મલેશિયામાં એક દાયકાથી વધુ સમયમાં પડોશી દેશો વચ્ચેની સૌથી ખરાબ લડાઈને રોકવા માટે થયેલી વાટાઘાટો પછી ગઈકાલે બંને પક્ષો તાત્કાલિક અને બિનશરતી યુદ્ધવિરામ માટે સંમત થયા હતા.
Site Admin | જુલાઇ 29, 2025 1:55 પી એમ(PM)
થાઇલેન્ડે કંબોડિયા પર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો
