બેંગકોકથી થાઈલેન્ડના ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં જઈ રહેલી એક પેસેન્જર ટ્રેન, અકસ્માતનો ભોગ બનતા 22 લોકોના મોત થયા અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. થાઈલેન્ડ પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના થાઈલેન્ડ રાજધાનીથી લગભગ 230 કિલોમીટર ઉત્તરપૂર્વમાં નાખોન રત્ચાસિમા પ્રાંતના સિખિયો જિલ્લામાં બની હતી.
હાલની રેલ્વે લાઇનની સમાંતર ચાલતા હાઇ-સ્પીડ રેલ્વે પ્રોજેક્ટના નિર્માણમાં રોકાયેલ એક ક્રેન તેનું સંતુલન ગુમાવી દેતા ટ્રેનના ડબ્બા પર પડવાથી આ અકસ્માત સર્જાયો હતો. ટ્રેન આ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને ટ્રેનના કેટલાક ભાગોમાં આગ લાગી હતી. થાઈલેન્ડના પરિવહન મંત્રી, ફીફાટ રત્ચાકિતપ્રકર્ને જણાવ્યું હતું કે અકસ્માત સમયે ટ્રેનમાં આશરે 195 મુસાફરો સવાર હતા.
Site Admin | જાન્યુઆરી 14, 2026 2:26 પી એમ(PM)
થાઇલેન્ડમાં ટ્રેન અકસ્માતમાં 22નાં મોત