સપ્ટેમ્બર 6, 2025 8:33 એ એમ (AM)

printer

થાઇલેન્ડની સંસદે ઉદ્યોગપતિ અનુતિન ચાર્નવિરાકુલને દેશના પ્રધાનમંત્રી તરીકે ચૂંટ્યા

થાઇલેન્ડની સંસદે ઉદ્યોગપતિ અનુતિન ચાર્નવિરાકુલને દેશના પ્રધાનમંત્રી તરીકે ચૂંટ્યા છે. તેઓ છેલ્લા બે વર્ષમાં ત્રીજા પ્રધાનમંત્રી છે. તેમણે પટોંગટાર્ન શિનાવાત્રાનું સ્થાન લીધું, જેમને ગયા અઠવાડિયે કંબોડિયા સાથેના સરહદ વિવાદના ગેરવહીવટ માટે બંધારણીય અદાલત દ્વારા પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.અનુતિન ચાર્નવિરાકુલની ભૂમજૈથાઈ પાર્ટીએ પ્રધાનમંત્રી બનવા માટે જરૂરી નીચલા ગૃહના અડધાથી વધુ મત સરળતાથી મેળવી લીધા. પાર્ટીને સંસદમાં 247 થી વધુ મત મળ્યા અને 492 સભ્યોના પ્રતિનિધિ ગૃહમાં બહુમતીનો આંકડો પાર કર્યો.