કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે આ વર્ષે 3 ઓક્ટોબરના રોજ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ અભિયાનનો ઉદ્દેશ ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો વચ્ચે સીધા સંવાદને પ્રોત્સાહન આપવાનો છે અને તે 18 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.
લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે, આ અભિયાન દરમિયાન હજારો વૈજ્ઞાનિકો અને કૃષિ વિભાગના અધિકારીઓ ગામડાઓમાં જશે અને ખેડૂતોને ખાદ્ય ઉત્પાદનને વેગ આપવા માટે નવી તકનીકો વિશે માહિતગાર કરશે.
Site Admin | ઓગસ્ટ 19, 2025 2:19 પી એમ(PM)
ત્રીજી ઓક્ટોબરથી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ થશે.
