નવેમ્બર 21, 2025 7:41 પી એમ(PM)

printer

ત્રિપુરામાં યોજાનારી રાષ્ટ્રીયકક્ષાની ચૅસ સ્પર્ધામાં પાટણનાં વિદ્યાર્થિનીની પસંદગી

પાટણનાં વિદ્યાર્થિની વૈશ્વી પટેલની રાષ્ટ્રીય કક્ષાની ચૅસ સ્પર્ધા માટે પસંદગી થઈ છે. અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે, સરસ્વતી શિશુમંદિરમાં ધોરણ આઠમાં ભણતાં આ ખેલાડીએ પંચમહાલના ગોધરામાં યોજાયેલી રાજ્યકક્ષાની ચૅસ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કર્યું. હવે તેઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા રમવા આગામી 27થી 30 નવેમ્બરે ત્રિપુરા જશે.
વૈશ્વી પટેલે પોતાની સખત મહેનત, એકાગ્રતા અને નિયમિત અભ્યાસના કારણે આ સિદ્ધિ હાંસલ કરી છે. શાળાના શિક્ષકો સહિત તમામ લોકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.