આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.આજથી 17 સપ્ટેમ્બર દરમિયાન સુરત ,નવસારી અને તાપીમાં વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. જ્યારે ભાવનગર, અમરેલી,ગીર સોમનાથમાં પણ આજથી ત્રણ દિવસ દરમિયાન વરસાદ વરસે તેવી સંભાવના છે.
Site Admin | સપ્ટેમ્બર 15, 2025 12:31 પી એમ(PM)
ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
 
		