પાકિસ્તાનની એક કોર્ટે આજે તોશાખાના ભ્રષ્ટાચારના બે અલગ અલગ કેસમાં જેલમાં બંધ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને 17 વર્ષની કેદની સજા ફટકારી છે. આ કેસ રાજ્યની ભેટોમાં કથિત છેતરપિંડીનો છે, જે ભૂતપૂર્વ પ્રથમ દંપતીને 2021 માં સાઉદી સરકાર તરફથી મળ્યા હતા.
રાવલપિંડીની ઉચ્ચ સુરક્ષાવાળી અદિયાલા જેલમાં ખાસ અદાલતના ન્યાયાધીશ શાહરુખ અર્જુમંદે આ કેસમાં ચુકાદો જાહેર કર્યો. ઇમરાન ખાન અને તેમની પત્નીને પાકિસ્તાન દંડ સંહિતાની કલમ 409 હેઠળ 10 વર્ષની સખત કેદ અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની વિવિધ કલમો હેઠળ સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
કોર્ટે બંને પર 1 કરોડ 64 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
Site Admin | ડિસેમ્બર 20, 2025 2:12 પી એમ(PM)
તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં જેલમાં બંધ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને તેમની પત્નીને 17 વર્ષની કેદની સજા