જાન્યુઆરી 4, 2026 5:18 પી એમ(PM)

printer

તોલમાપ તંત્ર દ્વારા રાજ્યની 370 જેટલી સોના-ચાંદી દુકાનો અને જ્વેલરી શો રૂમ પર આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાઇ.

તોલમાપ તંત્ર દ્વારા રાજ્યની 370 જેટલી સોના-ચાંદી દુકાનો અને જ્વેલરી શો રૂમ પર આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાઇ. બે અને ત્રણ જાન્યુઆરીના રોજ હાથ ધરાયેલી આ ઝુંબેશમાં 25 જિલ્લાઓમાં વિવિધ એકમો ઉપર 253 જેટલા પ્રોસિક્યુશન કેસ કરીને 6 લાખ 79 હજાર રૂપિયાની માંડવાળ ફી સ્થળ પર જ વસૂલવામાં આવી છે.
આ તપાસમાં મુખ્યત્વે અમદાવાદમાં સૌથી વધુ 61 એકમોની તપાસ સામે 22 કેસ, ભરૂચ-નર્મદામાં 27 એકમોની તપાસ સામે 25 કેસ, જૂનાગઢ-ગીરસોમનાથમાં 21 એકમોની તપાસ સામે 20 કેસ, ભાવનગર/બોટાદમાં 20 એકમોની તપાસ સામે 17 કેસ તથા સુરતમાં 20 એકમોની તપાસ સામે 14 કેસ દાખલ કરાયા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.