જાન્યુઆરી 22, 2026 9:19 એ એમ (AM)

printer

તેલંગાણા પોલીસે દેશભરમાં માઓવાદીના નેતાઓને બાકીના માઓવાદીઓને આત્મસમર્પણ કરવા કરી અપીલ

તેલંગાણા પોલીસે દેશભરમાં સી. પી. આઈ (માઓવાદી)ના નેતાઓને બાકીના માઓવાદીઓને આત્મસમર્પણ કરવા અપીલ કરી છે. તેલંગાણાના કુલ 17 માઓવાદીઓ સંઘટનો રાજ્યોમાં સક્રિય છે. ‘હવે સંઘર્ષ નહીં – તમારા ગામને પ્રેમ કરો’ ના નારા સાથે, તેલંગાણા પોલીસે તેમને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા અપીલ કરી છે. તેલંગાણા પોલીસ આ માઓવાદીઓને શરણાગતિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવા પગલાં લઈ રહી છે. 2025 દરમિયાન, કુલ 576 માઓવાદીઓએ તેલંગાણા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. 1980માં પીપલ્સ વોર (હવે સીપીઆઈ-માઓવાદી) ની રચના પછી આ એક અભૂતપૂર્વ ઘટના છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.