ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 5, 2024 8:29 પી એમ(PM) | તેલંગાણા

printer

તેલંગાણા-છત્તીસગઢ સરહદ પરના જંગલ વિસ્તારમાં ગુરુવારે સવારે થયેલી અથડામણમાં બે મહિલાઓ સહિત છ નક્સલવાદીઓ માર્યા ગયા છે અને કેટલાંક નક્સલવાદીઓને ઇજા થઈ

તેલંગાણા-છત્તીસગઢ સરહદ પરના જંગલ વિસ્તારમાં ગુરુવારે સવારે થયેલી અથડામણમાં બે મહિલાઓ સહિત છ નક્સલવાદીઓ માર્યા ગયા છે અને કેટલાંક નક્સલવાદીઓને ઇજા થઈ છે. બે જવાનોને ગોળી વાગી છે, જેમાંથી એકની સ્થિતિ ગંભીર છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. જવાનોને ભદ્રાચલમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસને ગુંડાલા-કરકાગુડેમ જંગલ વિસ્તારમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓની હાજરીની હોવાની બાતમી મળતા બુધવારે જ ગ્રેહાઉન્ડ ફોર્સને સર્ચ ઓપરેશન માટે મોકલવામાં આવી હતી. સૈનિકો ગુરુવારે સવારે નક્સલવાદીઓના ઠેકાણા પર પહોંચ્યા, જ્યાં નક્સલવાદીઓ સાથે અથડામણ થઈ.આ પછી ઘટના સ્થળેથી છ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બસ્તર ડિવિઝનના નક્સલ પ્રભાવિત આંતરિક વિસ્તારોમાં સતત અથડામણો થઈ રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.