તેલંગાણામાં, મહિલાઓ માટે મફત બસ મુસાફરી પૂરી પાડતી મહાલક્ષ્મી યોજના હેઠળ તેલંગાણા રાજ્ય માર્ગ પરિવહન નિગમ (TGSRTC) ની બસોમાં મુસાફરી કરતી મહિલાઓને આપવામાં આવેલી શૂન્ય-ભાડાની ટિકિટોની સંખ્યા 200 કરોડને વટાવી ગઈ છે. મુસાફરોએ 6 હજાર 700 કરોડ રૂપિયાથી વધુની બચત કરી છે. રાજ્ય પરિવહન મંત્રી પી. પ્રભાકરે માહિતી આપી હતી કે આ યોજના માટે સરકાર દ્વારા તાત્કાલિક ચૂકવણી કરવામાં આવે છે. ડિસેમ્બર 2023 માં શરૂ કરાયેલ, આ યોજના મહિલાઓ, બાળકો અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે લાગુ પડે છે.મંત્રીએ એમ પણ કહ્યું કે રાજ્યભરના 97 બસ ડેપો અને 341 બસ સ્ટેશનો પર ઉજવણી કરવામાં આવશે. તેમણે રાજ્યની માલિકીની પરિવહન નિગમના ડ્રાઇવરો, કંડક્ટરો, કામદારો અને અન્ય લોકોને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા.
Site Admin | જુલાઇ 23, 2025 8:44 એ એમ (AM)
તેલંગાણામાં, મહિલાઓ માટે મફત બસ મુસાફરી પૂરી પાડતી મહાલક્ષ્મી યોજના હેઠળ શૂન્ય-ભાડાની ટિકિટોની સંખ્યા 200 કરોડને વટાવતા ઉજવણી
