તેલંગાણામાં ગઈકાલે ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લાના પોલીસ અધિક્ષક સમક્ષ 38 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું. જેમાં આઠ મહિલાઓ અને બે સગીરનો સમાવેશ થાય છે. તે બધા છત્તીસગઢના બીજાપુર જિલ્લાના રહેવાસી છે. આ વર્ષે જાન્યુઆરીથી આ જિલ્લામાં 265 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે.
પોલીસ અધિક્ષક રોહિત રાજુએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી માઓવાદીઓને આદિવાસીઓનો ટેકો મળી રહ્યો નથી કારણ કે તેઓ આદિવાસી વિસ્તારોમાં વિકાસ કાર્યમાં અવરોધ ઉભો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આત્મસમર્પણ કરનારા માઓવાદીઓને રાજ્ય સરકારની તમામ પુનર્વસન સુવિધાઓ આપવામાં આવશે.
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .