ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 22, 2025 7:46 પી એમ(PM)

printer

તેલંગાણામાં પ્રતિબંધિત – માઓવાદી જૂથના 37 સભ્યોએ આત્મસમર્પણ કર્યું.

તેલંગાણામાં પ્રતિબંધિત સીપીઆઈ-માઓવાદી જૂથના 37 સભ્યોએ આજે હૈદરાબાદમાં આત્મસમર્પણ કર્યું. તેમાં ત્રણ વરિષ્ઠ રાજ્ય સમિતિના સભ્યો અને 25 મહિલાઓનો સમાવેશ થાય છે. માઓવાદીઓએ તેલંગાણાના પોલીસ મહાનિર્દેશક બી. શિવધર રેડ્ડી સમક્ષ પોતાના શસ્ત્રો સાથે આત્મસમર્પણ કર્યું.
પોલીસ મહાનિર્દેશકે પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્ય સરકારની પહેલથી પ્રેરિત થઈને, આ સભ્યોએ હિંસાનો ત્યાગ કરીને સમાજના મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે. આત્મસમર્પણ કરાયેલા રાજ્ય સમિતિના સભ્યોને સહાય તરીકે 20 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.