ભારતીય સેના તેલંગાણાના નાગર કુર્નુલ જિલ્લાના દોમાલા પેન્ટા ખાતે ટનલમાં ફસાયેલા 8 શ્રમિકને સલામત રીતે બહાર કાઢવા બચાવ કામગીરીમાં જોડાઈ છે. સિકંદરાબાદથી સેનાનું ઇજનેરી કાર્યદળ સ્થળ પર પહોંચ્યું છે. રાષ્ટ્રીય અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ટુકડી ગઈકાલથી સ્થળ પર છે.
અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ, ભારતીય સેના બચાવ પ્રયાસને ઝડપી બનાવવા રાજ્યના અધિકારીઓ સાથે નજીકથી સંકલનમાં છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે છતનો એક ભાગ તૂટી પડવાથી 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને 8 લોકો ટનલમાં ફસાઈ ગયા હતા.
Site Admin | ફેબ્રુવારી 23, 2025 2:27 પી એમ(PM) | ભારતીય સેના
તેલંગાણામાં ટનલમાં ફસાયેલા 8 શ્રમિકને બચાવવાની કામગીરીમાં ભારતીય સેના પણ જોડાઈ.
