નવેમ્બર 3, 2025 1:49 પી એમ(PM)

printer

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં 19 મુસાફરોના મોત

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લાના ચેવેલ્લા મંડલના ખાનપુર ગેટ ખાતે આજે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં 19 મુસાફરોના મોત થયા છે. વિકારાબાદના વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, 19 મૃતદેહોને નજીકની હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે અને 20 ઘાયલોને હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.આ અકસ્માત એક ટીપર ટ્રક સાથે આરટીસી બસ અથડાતાં થયો હતો. બસમાં આશરે 70 લોકો સવાર હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં ટીપર ડ્રાઇવર અને આરટીસી બસ ડ્રાઇવરનું પણ મોત થયું હતું. ટક્કર બાદ મુસાફરો પોતાની સીટમાં ફસાઈ ગયા હતા. ટીપર ટ્રક નીચે ફસાઈને આગળની પાંચ હરોળની સીટોને નુકસાન થયું હતું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ અકસ્માતની ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો હતો. તેમજ મૃત્ય પામનાર પરિવારના સભ્યો માટે સંવેદના વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો અને ઘાયલો માટે ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. શ્રી મોદીએ દરેક મૃતકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી.
મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ અધિકારીઓને યુદ્ધના ધોરણે તબીબી સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો છે, અને ખાસ તબીબી ટીમો સ્થળ પર મોકલવામાં આવી છે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.