તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ, આંધ્રપ્રદેશ સરકાર દ્વારા પ્રસ્તાવિત ગોદાવરી-બનાકાચરલા લિંક પ્રોજેક્ટને રોકવા માટે સર્વોચ્ચ અદાલતમાં જવાની જાહેરાત કરી છે.આ પ્રોજેક્ટમાં, ગોદાવરી નદીના પાણીને પોલાવરમથી કૃષ્ણા બેસિનમાં વાળવાની સિસ્ટમનો પ્રસ્તાવ છે. સર્વપક્ષીય સાંસદોની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું, રાજ્ય સરકાર કાનૂની લડાઈ માટે નિષ્ણાતોની નિમણૂક કરશે. તેમણે કહ્યું કે, સરકાર તેલંગાણાના હિતોનું રક્ષણ કરવા માટે તમામ પ્રયાસો કરશે. તેમણે કહ્યું કે, ગોદાવરી-બનાકાચરલા પ્રોજેક્ટ સામે રાજ્ય વિધાનસભામાં ઠરાવ પસાર કરવામાં આવશે અને તેને કેન્દ્રમાં મોકલવામાં આવશે અને આ લડાઈ તમામ પક્ષો એક થઈને લડશે. મુખ્યમંત્રીએ કહ્યું કે ખેડૂતોના હિત અંગે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.
Site Admin | જૂન 19, 2025 9:04 એ એમ (AM)
તેલંગાણાના મુખ્યમંત્રીએ ગોદાવરી-બનાકાચરલા લિંક પ્રોજેક્ટને રોકવા માટે સર્વોચ્ચ અદાલતમાં જવાની જાહેરાત કરી