પ્રતિબંધિત સીપીઆઈ માઓવાદીઓના પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી બટાલિયન કમાન્ડર સહિત કુલ 20 માઓવાદીઓએ હૈદરાબાદમાં તેલંગાણાના પોલીસ મહાનિર્દેશક સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. બટાલિયન કમાન્ડર બડસે સુક્કા ઉર્ફે દેવા અને તેલંગાણા સમિતિના સભ્ય કંકનલા રાજી રેડ્ડીએ અન્ય 18 અન્ય માઓવાદીઓ સાથે આત્મસમર્પણ કર્યું છે.
દરમિયાન છત્તીસગઢના બસ્તર વિભાગમાં આજે સુરક્ષા દળો સાથેની બે અલગ અલગ જૂથ અથડામણમાં ચૌદ માઓવાદીઓ માર્યા ગયા હતા. એક અથડામણમાં સુકમા જિલ્લાના કોન્ટા વિસ્તારમાં થયું હતું, જેમાં બાર માઓવાદીઓ માર્યા ગયા હતા. બીજી જૂથ અથડામણમાં બીજાપુર જિલ્લાના બાસાગુડા વિસ્તારમાં થયું હતું.
Site Admin | જાન્યુઆરી 3, 2026 7:41 પી એમ(PM)
તેલંગણામાં પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી બટાલિયન કમાન્ડર સહિત કુલ 20 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું