તેલંગણાનાં મહેબૂબ નગર જિલ્લામાં વાહનો માટે ઉપયોગી લીથીયમ-આયન બેટરી ઉત્પાદન એકમનાં પહેલા તબક્કાનો આજથી પ્રારંભ થયો છે.કેન્દ્રીય માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આ એકમનું ઉદ્ધાટન કરતાં ઓટોમોબાઈલ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરવા બેટરી ટેકનોલોજી ક્ષેત્રનો વિકાસ આવશ્યક હોવાનું જણાવ્યું છે. આજે મહિલા દિવસ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને શુભેચ્છા આપતાં શ્રી વૈષ્ણવે કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને અધિકાર સંપન્ન બનાવવા છેલ્લા દસ વર્ષમાં લેવાયેલા પગલાંની વિગતો આપી હતી. ઉલ્લેખનીય છે કે, એક ખાનગી કંપની દ્વારા સ્થપાયેલા આ બેટરી ઉત્પાદન એકમમાં ભારતીય આબોહવાને અનુકૂળ અને ઈલેક્ટ્રીક વાહનો માટે ઉપયોગી બેટરીનું ઉત્પાદન કરાશે.
Site Admin | માર્ચ 8, 2025 6:59 પી એમ(PM)
તેલંગણાનાં મહેબૂબ નગર જિલ્લામાં વાહનો માટે ઉપયોગી લીથીયમ-આયન બેટરી ઉત્પાદન એકમનાં પહેલા તબક્કાનો આજથી પ્રારંભ થયો છે
