રાજ્યમાં છેલ્લા એક મહિનામાં 26 કરોડથી વધુનો મુદ્દામાલ નાગરિકોને પરત આપવાની કામગીરી થઈ હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજીત ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અને “સાયબર સાથી- ચેટબોટનાં લોકાર્પણ કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે કોઈપણ નાગરિકોનો મોબાઇલ ચોરી, ઘર-ફોડ ચોરી, સોના ચાંદીના દાગીના કે સાયબર ક્રાઇમ જેવી ઘટનાઓમાં અમદાવાદ શહેર પોલીસ ત્વરિત પગલાં લઈ નાગરિકોને ન્યાય અપાવે છે.આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીના હસ્તે અમદાવાદ શહેરમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ કર્મીઓનું સન્માન કરાયું હતું. વધુમાં વિવિધ ગુન્હાઓના ભોગ બનેલા નાગરિકોનો મુદ્દામાલ મંત્રીના હસ્તે પરત કરાયો હતો.સાયબર ચેટબોટ વિશેની વાત કરતાં મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આજે ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા આધુનિક સોફ્ટવેર થકી અનેક ગુન્હાઓ ઉકેલી તેનું ઝડપથી નિરાકરણ લવાયું છે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2025 9:54 એ એમ (AM)
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં એક મહિનામાં 26 કરોડથી વધુનો ગુમ થયેલો મુદ્દામાલ નાગરિકોને પોલીસે પરત કર્યો