રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી ‘તેરા તુજકો અર્પણ’ પહેલ રાજ્યભરમાં સારા પરિણામો આપી રહી છે. ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં માત્ર ત્રણ મહિનામાં બે હજાર 108 કાર્યક્રમો યોજી ગુજરાત પોલીસે 55 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કર્યો છે. તેરા તુજકો અર્પણ અંતર્ગત વર્ષ 2025ના ગુજરાત પોલીસે રાજ્યભરમાં જાન્યુઆરી મહિનામાં 686 કાર્યક્રમો યોજીને 20.18 કરોડ રૂપિયાથી વધુ, ફેબ્રુઆરી મહિનામાં 612 કાર્યક્રમો યોજીને 13.84 કરોડ રૂપિયાથી વધુ, અને માર્ચ મહિનામાં 810 કાર્યક્રમો યોજીને 21.04 કરોડ રૂપિયાથી વધુ રકમનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કર્યો છે. પોલીસ સ્ટેશનમાં ચોરી, લુંટ સહિતના વિવિધ ગુનાઓમાં રિકવર કે કબજે કરવામાં આવેલા મુદ્દામાલને કોર્ટના માર્ગદર્શન હેઠળ ઝડપથી મુળ માલિકોને પરત કરવો તથા આ માટે ફરીયાદી અને અરજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર ન પડે અને નાગરિકોનો સમય અને શક્તિનો વ્યય ન થાય એ ‘તેરા તુજકો અર્પણ’નો મુખ્ય ઉદ્દેશ છે. આ કાર્યક્રમ અંતર્ગત લોકો માટે જાહેર કાર્યક્રમ-લોક દરબાર યોજીને મૂળ માલિકોને તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે.
Site Admin | એપ્રિલ 18, 2025 10:08 એ એમ (AM)
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ દરમિયાન 55 કરોડ રૂપિયાથી વધુનો નાગરિકોનો ગુમ થયેલો સર સામાન ગુજરાત પોલીસ દ્વારા પરત કરાયો
