ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 12, 2024 6:42 પી એમ(PM) | સાગરિકા ઘોષ

printer

તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ સાગરિકા ઘોષે સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ રજૂ કર્યો

તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ સાગરિકા ઘોષે સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ગઈકાલે ગૃહમાં વિપક્ષ વિરુદ્ધ કરેલી કથિત ટિપ્પણી મામલે આ પ્રસ્તાવ રાજ્યસભામાં રજૂ કરાયો હતો.. સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા શ્રીમતી ઘોષે કહ્યું કે સંસદીય સત્રનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવાની જવાબદારી સંસદીય કાર્ય મંત્રીની છે.
તેણીએ આક્ષેપ કર્યો હતો કે શ્રી રિજિજુએ વિપક્ષનું અપમાન કર્યું છે અને તેમની ટિપ્પણીને રેકોર્ડમાંથી હટાવી દેવી જોઈએ. કેન્દ્રીય મંત્રી આ સમગ્ર મામલે માફી માંગે તેવી પણ સાગરિકા ઘોષે માંગણી કરી હતી.