ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 27, 2025 9:52 એ એમ (AM)

printer

તૂટેલા માર્ગોને ફરી બનાવવા કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ કામગીરી શરૂ કરી

તૂટેલા માર્ગોને ફરી બનાવવા કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ કામગીરી શરૂ કરી દીધી છે. નાગરિકોની સલામતી માટે ભાલેજ રોડ ઓવરબ્રિજથી ગ્રીડ ચોકડી સુધીના નુકસાન પામેલા દોઢ કિલોમીટર આઇકોનિક રોડ ઇજારેદારના સ્વખર્ચે નવેસરથી રોડ બનાવવા તાકીદ કરી છે.ભાલેજ રોડ બ્રિજ થી મહેન્દ્ર શાહ હોસ્પિટલની ચોકડી સુધીના સૌથી વધારે જર્જરિત ભાગ માં રસ્તાનો જૂનો તમામ ભાગ કટ કરી ત્યારબાદ તેના પર નવેસરથી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદે વિરામ લેતા આ રોડ ટૂંક સમયમાં નવેસર થી બની જવાના કારણે નગરજનો ને પડતી સમસ્યાનો અંત આવશે,જ્યારે અમદાવાદના નેશનલ હાઇવે ૪૭ પર માર્ગ મરામતની કામગીરી પ્રગતિમાં છે..નેશનલ હાઇવે ૪૭ પર નારોલ-વિશાલા-સરખેજ માર્ગ પર હોટ મિક્ષ દ્વારા પેચવર્ક થકી માર્ગ મરામત કાર્ય હાથ ધરાયું હતું