તીરંદાજી વિશ્વ કપ ફાઇનલ આજથી મેક્સિકોના ત્લાક્સકાલા ડી ઝિકોહટનકાટલમાં શરૂ થશે.
સ્પર્ધામાં ભાગ લેનાર પાંચ ભારતીયોમાં એશિયન ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા જ્યોતિ સુરેખા વેન્નમ, ઓલિમ્પિયન દીપિકા કુમારી અને ધીરજ બોમ્માદેવરા અને પ્રિયાંશ અને પ્રથમેશ ફુગે છે. પુરુષોની કમ્પાઉન્ડ વ્યક્તિગત સ્પર્ધા આજે રાત્રે 9.30 વાગ્યે શરૂ થશે.
32 પસંદગી પામેલ તીરંદાજો સિઝનના અંતમાં વિશ્વ કપ ફાઇનલમાં જોવા મળશે, 2024 સીઝનની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય તીરંદાજી સ્પર્ધા છે.
Site Admin | ઓક્ટોબર 19, 2024 2:18 પી એમ(PM)
તીરંદાજી વિશ્વ કપ ફાઇનલ આજથી મેક્સિકોના ત્લાક્સકાલા ડી ઝિકોહટનકાટલમાં શરૂ થશે
